Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાત્રે સુરતના પાંડેસરામાં યુવાન પર ઘાતકી હુમલો: હુમલાખોરો ફરાર :

ચહેરા અને પેટના ભાગે પાંચ ઘા ઝીકાતા યુવાન ગંભીર :અંગત અદાવતમાં હુમલો થયાનું તારણ

સુરતમાં ગત રાત્રે પાંડેસરા વિસ્તારમાં અજય નામના યુવાન ઉપર જીવલેણ હુમલોકર્યો હતો આ યુવાનના ચહેરા અને પેટનાં ભાગે 5 જેટલા ઘા વાગતાં ગંભીર રીતે ઘાયલ થતા યુવાનને તાત્કાલિક અસરથી 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા

   પાંડેસરા પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. યુવાન ઉપર અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

(12:01 pm IST)