Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કડીની સગીરાનું અપહરણ કરીને ગોલથરામાં ગોંધી રાખીને બળાત્કાર

આરોપી તુષાર, તુષારના માતા-પિતા અને તુષારના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ

મહેસાણાના કડીમાં 12 વર્ષની સગીરાનું અપહરણ કરીને ગોલથરા ગામે લઈ તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી હતી. નરાધમે દુષ્કર્મ બાદ પણ જાણે ઓછુ હોય તેમ સગીરાને એક જગ્યાએ ગોંધી રાખી હતી.

 આ અંગેની વિગત મુજબ ગોલથરાના જ તુષાર પ્રજાપતિ પર 12 ર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે. બળાત્કારીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ પીડિતા અને તેના પરિજનોને ઘટનાની જાણ પોલીસને ન કરવાની ધમકી આપી હોવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ઘટના સામે આવી હતી.

  નંદાસન પોલીસે દુષ્કર્મ, ગોંધી રાખવાનો, અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી તુષાર, તુષારના માતા-પિતા અને તુષારના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

(12:02 pm IST)