Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

દીવના ધોબીઘાટ પર મહિલાને વીજકરંટ લાગ્યો :બચાવવા જતા બીજી મહિલા પણ ચોંટી જતા બંનેના મોત

દીવના ધોબીઘાટ પર એક મહિલા કૂવાની અંદર ફૂટવેલ સાફ કરવા ઉતરી હતી, તે સમયે અચાનક પાણીમાં કરંટ લાગતા બુમો પાડવા લાગી, જેને જોઈ અન્ય મહિલા તેને બચાવવા જતા તે પણ કરંટમાં ચોટી ગઈ. અને જોત જોતામાં બંને મહિલાઓના મોત નિપજ્યા છે.

  ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, અને મૃતક મહિલા કોણ છે તેની માહિતી મેળવી કરંટ કેવી રીતે લાગ્યો તે મુદ્દે પુછતાછ હાથ ધરી છે. પ્રાથમિક પુછતાછમાં માલુમ થાય છે કે, પાણીની મોટરનો વાયર કટ હોવાના કારણે કરંટ લાગ્યો છે. હાલમાં બંને મહિલાને પીએમ માટે નજીકની સરકારી હોસ્પીટલ લઈ જવામાં આવી છે.

(4:32 pm IST)