Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સૌથી ઓછો વરસાદ ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

નવી દિલ્હી :આ વર્ષે ગુજરાતમાં હજુ  વરસાદની ખોટ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત દેશમાં બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રથમ ક્રમે મણિપુર છે જ્યાં હજુ 68 ટકા વરસાદની જરૂર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 152 મીમી જેટલો વરસાદ પડવાને બદલે હજુ માત્ર 82 મીમી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં જુલાઈના પ્રથમ અઠવાડિયામાં માત્ર 10 ટકા વાવેતર થયું છે.

(8:38 am IST)