Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ કામ પૂર્ણ : પ્રોજેકટ અંતિમ ચરણમાં

રૂપાણીએ પ્રોજેકટની પુરતી માહિતી મેળવી : ૩૧ ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સમર્પિત કરવામાં આવે તેવી શક્યતા

અમદાવાદ,તા.૮ : પાટીદારોની શહીદયાત્રા આજે અમદાવાદ પહોંચી છે ત્યારે બીજીબાજુ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દુનિયાની સૌથી ઉંચી નિર્માણાધીન પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નીરીક્ષણ કરવાના હેતુસર કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રોજેકટની તાજી સ્થિતિની જાત માહિતી મેળવી હતી.  સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ પ્રોજેકટ માટે ગુજરાત સરકાર દ્વારા તેના બજેટમાં લગભગ રૂ.૯૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કામ લગભગ ૮૦ ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે અને તા.૩૧મી ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે માંડ ત્રણેક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે જેટલું ઝડપથી બને તેટલું વહેલી તકે પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરવા નિર્માણ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે બપોર બાદ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર પ્રોજેકટની તાજી સ્થિતિ અંગે રૂબરૂ જાત માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીની સાથે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ, અગ્ર સચિવ કે.કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હતો, તેમણે પણ વિવિધ પાસાઓને લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટની કામગીરીની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. કેવડિયાની સાધુ ટેકરી પર આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાના સમગ્ર પ્રોજેકટ માટે રાજય સરકાર દ્વારા લગભગ રૂ.૯૦૦ કરોડની ફાળવણી આ વખતના બજેટમાં કરવામાં આવી છે. આ પ્રોજેકટ માટે ખુલ ખર્ચ રૂ.૩૦૦૦ કરોડથી પણ વધુનો અંદાજવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ ટકા કામ પૂર્ણ થઇ જતાં હવે આખરી તબક્કાના કામને ઝડપથી પતાવાઇ રહ્યું છે. કારણ કે, તા.૩૧મી ઓકટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવે તેવી પૂરી શકયતા છે. મોદીના મહ્ત્વાકાંક્ષી પ્રોજેકટને લઇ ભાજપ સરકાર પણ તેને શકય એટલો ઝડપથી પૂર્ણ કરવાની તડામાર તૈયારીઓ કરી રહી છે.

(9:12 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં એકધારો વધારો : સતત છઠ્ઠા દિવસે ભાવ વધ્યા : મંગળવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 17 પૈસાનો વધારો : નવા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ access_time 11:06 pm IST

  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાનો વધુ એક મોટો સપાટો: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર 177 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ : કોંગ્રેસી કાર્યકરોમાં મચી ગયો દેકારો access_time 8:40 pm IST

  • આનંદો :બોરતળાવ બાદ શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવકના શ્રીગણેશ: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં સીઝનમાં પ્રથમ વાર નવા નીર આવ્યા,: સપાટીમાં ૪ ઈચનો વધારો access_time 8:33 pm IST