Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજસ્થાનથી લવાતા ૧૪૩ પેટી ઇંગ્લીશ દારુના જથ્થો ભરેલ ટ્રક સાથે બે શખ્શોને ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બાન્ચ

રાજસ્થાન સિમલવાડા રોડ પરથી ઇ દારુનો જથ્થો લાવ્યા અને એસ.પી.રિંગરોડ રામોલ ટોલટેક્ષ ખાતેથી પસાર થતા પકડાયા

અમદાવાદ :રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લાવતા 143 પેટી દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્શોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયા છે

  અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં સંયુકત પોલીસ કમિશ્નર  જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નર દીપન ભદ્રન તથા અધિક નાયબ પોલીસ કમિશ્નર ડો.રાજદીપસિંહ ઝાલાનાઓએ આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગાર સંબંધી ગુનાઓ શોધવા સારુ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર બી.પી.રોજીયા સાહેબ નાઓનાં માર્ગદર્શન અને સુપરવિઝનમાં કામ કરતા તેઓનાં સ્કોડનાં પોલીસ સબઇન્સ્પેકટર  એસ.જે.જાડેજા, તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.બી.દેસાઇ તથા સ્ટાફ્નાં માણસો સાથે પેટ્રોલીંગમા હતા   આ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે એસ.પી.રીંગરોડ રામોલ ટોલટેક્ષ પાસેથીઆરોપીઓ વિજય S/O કાન્તીલાલ જાતે કલાલ (ઉવ.૨૪ રહે. મ.નં.૭૮૧, ન્યુ કોલોની, રાણી રોડ,ખેરવાડા, ઉદેપુર, રાજસ્થાન) ( ઇન્દ્રવિજયસિંહ ઉર્ફે લાલો S/O દલપતસિંહ જાતે ચૌહાણ (ઉવ. ૨૮ રહે.ગામ અણખોલ, પોસ્ટ-ચાંદરેજ તા. તલોદ જી. સાબરકાંઠા )નાઓને પકડી અટક કરી તેમની પાસેથી રોમાનોવ વોડકા ઇંગ્લીશ દારુની કુલ બોટલ નંગ- ૮૦૪ કિં.,૪૧,૨૦૦/- તથા ઓફિસર ચોઇસ વ્હીસ્કી ની બોટલ નંગ-૯૧૨ કિં.,૭૩,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિં.૧૫૦૦/- તથા ટ્રક નં. GJ-09-Y-8407 કિં.૬,૦૦,૦૦૦/- મળી તમામ ની કુલ કિં..૧૧,૧૬,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામા આવેલ છે.

  પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા આરોપી રાજસ્થાન સિમલવાડા રોડ ઉપરથી ઇંગ્લીશ દારુનો જથ્થો લાવી અને અમદાવાદ શહેર એસ.પી.રિંગરોડ રામોલ ટોલટેક્ષ ખાતે થી પસાર થતા પકડાયેલ ગયેલ હોય અને આરોપીઓ ઉપરોકત ઇંગ્લીશ દારુનો જથ્થો અમદાવાદ શહેરમાં કોને આપવા સારુ આવેલ છે અને કઇ જગ્યાએ ખાલી કરવા ના હતા તે બાબતે પો.સબ.ઇન્સ. એસ.જે.જાડેજા નાઓ તપાસ ચલાવી રહેલ છે.
 પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે પકડાયેલ આરોપી (૧) વિજય કલાલ અગાઉ હિંમતનગર તથા મોડાસા પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારુના કેસોમાં પકડાયેલ છે તેમજ આરોપી નં.(૨) ઇન્દ્રવિજયસિંહ ચૌહાણ નાનો તલોદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારુના કેસમાં પકડાયેલ છે.

(9:19 pm IST)