Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અંકલેશ્વરના કાપોદ્રાના પાટિયા પાસે કેનાલમાં ડૂબી જતા બાળકનું કરૂણમોત

ક્રિકેટ રમતી વેળાએ કેનાલમાં બોલ લેવા પડતા રાહુલ પાણીમાં ગરકાવ થયો :પરિવારને જાણ થતા દોડધામ

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસેની કેનાલમાં સાંજના સુમારે 11 વર્ષીય બાળકનું ડૂબી જતાં મોત નિપજ્યું હતું. ક્રિકેટ રમતા સમયે બોલ કેનાલમાં પડતા તે લેવા જતા રાહુલ અણ્ણા મલય નામનો બાળક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અન્ય બાળકોએ આ બાબતે પરિવારને જાણ કરતા દોડધામ મચી હતી.

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે વૈભવ પાર્ક માં રહેતા અને મૂળ તમિલનાડુના પરિવાર નો રાહુલ 4થા ધોરણ માં અભ્યાસ કરતો હતો. રાહુલ કેનાલમાં ડૂબી જતાં ડીપીએમસીને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જમણે શોધખોળ હાથ ધરતાં રાહુલનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો.

(9:56 pm IST)