Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

રાજપીપળામાં સ્કોર્પિયો ગાડી માંથી રોકડા રૂ.3 લાખની ચોરીના ગુનામાં ત્રણ શખ્શોને ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાં અસરકારક કામગીરી કરવા સુચના આપતા એ.એમ. પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી તથા એલ.સી. બી.ટીમે બાતમીના આધારે રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સબજેલ પાસે સ્કોર્પિયો ગાડીનો કોઇ અજાણ્યા ઇસમે કાચ તોડી ત્રણ લાખ રોકડા રૂપિયા ભરેલી બેગ ચોરી કરી લઇ જતા રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો,આ ગુનાની તપાસમાં એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાજપીપલા ટાઉન વિસ્તારના સીસીટીવી ફુટેજ આધારે શકમંદોની ઓળખ કરી આ ચોરો મીરાનગર અંકલેશ્વરના હોવાનું જણાઇ આવેલ જેથી બાતમીદારની મદદથી સીસીટીવી ફુટેજ વેરીફાઇ કરાવતા ( ૧ ) સંજય રાજુ નાયડુ (રહે,શીવાજી કોલોની,કલ્યાણ,મુંબઇ) ( ૨ ) અરવિંદ સિંન્દીલ નાયડુ (  રહે.બાકીપાડા,નવાપુર જી. નંદુરબાર )( ૩ ) સુર્યપ્રકાશ રમેશ નાયડુ (રહે.બાકીપાડા , નવાપુર,જી.નંદુરબાર હાલ રહે.ઉધના રેલ્વે સ્ટેશન તા.જી.સુરત )ની પુછપરછ કરતા આ ગુનો કરેલ હોવાનું કબુલાત કરી હતી, તેમજ બીજા સાથીદારો માં ( ૧ ) રમેશ મણી નાયડુ ( ૨ ) આકાશ રાજુ નાયડુ ( ૩ ) વિક્રમ મારમુક્ષુ નાયડુ ( ૪ ) રમેશભાઇ નાયડુ તમામ હાલ (રહે . મીરાનગર અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ) નાસી ગયા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:20 pm IST)