News of Saturday, 9th June 2018

સુરતના ડિડોલીમાં ભગવાન કૃષ્ણની મૂર્તિઓ દુધ પીતી હોય તેવો વીડિયો વાયરલઃ ગોપીઓએ ઘરના મંદિરમાં કાનાની મુર્તિઓને દુધ પિવડાવ્યુ

સુરતના ડિંડોલીમાં ભગવાન કૃષ્ણની મૂર્તીઓ દૂધ પીતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાનની પૂજા કરતા સમયે ગોપીઓના હાથે ભગવાન દૂધ પી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો બાદ ગોપીઓ ઘેલી બની હતી અને પોતાના ઘરના મંદિરમાં રહેલી કાનાની તાંબા-પિતળની મૂર્તિઓને દૂધ પિવડાવ્યું હતું.

ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં બની છે કે જ્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે. વીડિયો જોઈને મહિલા શ્રધ્ધાળુઓએ પોતાના ઘરના મંદિરમાં રાખેલી ભગવાન કૃષ્ણની પ્રતિમાઓને ચમચી દ્વારા દૂધ પિવડાવ્યું હતું અને ત્યાર બાદ ગોપીઓ ઘેલી થઈ હતી. આમ આ વીડિયો વાયરલ થતાં લોકો ભગવાન કૃષ્ણને પોતાના હાથે દૂધ પીવડાવી રહ્યાં છે.

(11:41 pm IST)
  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST