Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આણંદની અમૂલનો નવતર પ્રયોગઃ અમૂલગ્રીન બાયોસીએનજી ઉત્પન્ન કરી રૂ.૪.૬૪ કરોડનો ફાયદો કર્યોઃ અન્ય ડેરી અમલ કરશે

અમુલની દેશ દુનિયાને નવી શીખ, પર્યાવરણ બચાવાની અનોખી પહેલ વેસ્ટમાથી બેસ્ટ કરી ડેરી સેકટરમાં દેશમાં સૌ પ્રથમ આણંદની અમૂલનો નવતર પ્રયોગ અમૂલગ્રીન બાયોસીએનજી ઉત્પન્ન કરી 4.64 કરોડનો ફાયદો કર્યો અન્ય ડેરીઓમાં પણ બાયો ગેસ પ્લાન્ટનો અમલ કરાશે .

ભારતમાં સૌ પ્રથમવાર ડેરી સેકટરમાં અમૂલે અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટ નાંખીને પહેલ કરી છે. જેના લીધે અત્યાર સુધીમાં અમૂલને ત્રણ એવોર્ડ મળ્યાં છે. અમૂલ ડેરીમાં વિવિધ પ્રોડકટો બન્યા બાદ અશુદ્ધ પાણી, ફેટ સહિત વિવિધ ઘટકોમાંથી ગેસ છૂટો પાડીને હવામાં સળગાવી દઇને નિકાલ કરવામાં આવતો હતો. તેના સ્થાને નવુ ઇનોવેશન કરાયુ હતું. જેમાં અમૂલગ્રીન નામે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્લાન્ટ સૌ પ્રથમ અશુદ્ધ પાણીમાં ફેટ ભળેલુ હોય છે. તેને શુદ્ધ કરાય છે. તેમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ કાઢી નાંખીને પ્રક્રિયા હાથ ધરાય છે. તેમાંથી બાયોસીએનજી ગેસ મિથેનવાળો બલૂનમાં ભરવામાં આવે છે. તેમાં પ્રોસેસ કર્યા બાદ બાયોસીએનજી ગેસ ઉત્પન્ન થાય છે. જેને બળતણ સ્વરૂપે વાપરવામાં આવે છે. આ નવા ઇનોવેશન કારણે 300 મેટ્રિકટન કાર્બન ડાયોકસાઇડ હવામાં જતો અટકયો છે. અને તેમાંથી નીકળતા પાણીને શુદ્ધ કરીને બગીચામાં વાપરવામાં આવે છે. જેથી પર્યાવરણને ફાયદો થયો છે. અમૂલ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટ મુજબ હવામાં બાળી નંખાતા ગેસને બાયોસીએનજી બનાવીને નવ લાખ ક્યુબિક ગેસ ઉત્પન્ન કર્યો છે. જેના લીધે બે વર્ષમાં 4.64 કરોડનો ફાયદો થયો છે. આ મોડલનો રાજ્યની અન્ય ડેરીઓમાં અમલ કરવા માટેની વિચારણા ચાલી રહી છે.

અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટને ત્રણ એવોર્ડ મળ્યાં છે અમૂલ ગ્રીન બાયોગેસ પ્લાન્ટને સૌ પ્રથમ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ તરફથી કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં એનડીડીબીમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોતમ રૂપાલાના હસ્તે ઇનોવેટીવ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિને ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ગુજરાત કલીનર પ્રોડકશન એવોર્ડ મળ્યો છે.

જનરલ મેનેજર અમિત વ્યાસે જણાવ્યું કે, આ પ્લાન્ટ સૌ પ્રથમ અશુદ્ધ પાણીમાં ફેટ ભળેલુ હોય છે. તેને શુદ્ધ કરાય છે. તેમાંથી હાઇડ્રોજન સલ્ફાઇડ કાઢી નાંખીને પ્રક્રિયા હાથ ધરાય છે. તેમાંથી બાયોસીએનજી ગેસ મિથેનવાળો બલૂનમાં ભરવામાં આવે છે. તેમાં પ્રોસેસ કર્યા બાદ બાયોસીએનજી ગેસ ઉત્પન્ન થાય છે.

અમુલ ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું કે, અમૂલગ્રીન બાયોગેસ પ્લાન્ટને ત્રણ એવોર્ડ મળ્યાં છે અમૂલ ગ્રીન બાયોગેસ પ્લાન્ટને સૌ પ્રથમ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ તરફથી કેન્દ્રીયમંત્રી મેનકા ગાંધીના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં એનડીડીબીમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરુષોતમ રૂપાલાના હસ્તે ઇનોવેટીવ ઓર્ગેનાઇઝેશન એવોર્ડ મળ્યો હતો.

(11:40 pm IST)