Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વેપારી મથક ડીસામાં નગરપાલીકાની ચુંટણીમાં પ્રમુખ-ઉપ્રમુખની બિન હરિફ વરણી

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી જ્યારે ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ સોનીની બિનહરીફ વરણી કરવામાં આવી.

ડીસા નગરપાલિકા ની અઢી વર્ષની ટર્મ પુરી થતાં આજે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ડીસા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપારી મથક છે. જેથી પ્રમુખ ઉપપ્રમુખ માટે ભાજપના અનેક નગરસેવકોએ એડીચોટીનું જોર લગાડ્યું હતું. પ્રમુખ માટે મહિલા સીટ હોઈ ભાજપના નેતાઓ દ્વારા અગાઉ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા શિલ્પાબેન માળીને ફરી ચૂંટાઈ આવ્યા હતા.

જ્યારે ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ સોની ચૂંટાઈ આવ્યા હતા. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કોઈ ફોર્મ જ ભરવામાં આવ્યા ન હતું. જેથી ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેન્ટના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં ડીસા શહેરના વિકાસ માટે કામ કરવામાં આવશે.

ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળીએ જણાવ્યું કે, મારી પ્રમુખ તરીકે વરણી કરી તે બદલ તમામ સભ્યોનો આભાર માનું છું, શહેરના વિકાસ માટે ના કર્યોને આગળ વધારીશું. ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ કાંતિભાઈ સોનીએ કહ્યું કે, આગામી સમયમાં ડીસાના વિકાસ માટે કામ કરીશું.

(11:39 pm IST)