Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભરૂચમાં છુટાછેડાના કેસની સુનાવણી દરમિયાન પતિએ ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ભરૂચઃ ભરૂચની એક કોર્ટમાં તે સમયે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જ્યારે કેસ માટે આવેલ એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આ વ્યક્તિ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે કેસની સુનાવણી માટે કોર્ટરુમ નંબર 52 પહોંચ્યો હતો. જ્યારે કેસની સુનાવણી કરી રહેલા જજે દંપતિને સમાધાન કરવાની સલાહ આપી તો 34 વર્ષીય પતિએ કોર્ટરુમમાં જ ઝેર પી લીધું.

જોઈને ત્યાં હાજર લોકો ગભરાઈ ગયા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અત્યારે તેની સ્થિતિ ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કમલેશ નામના આ વ્યક્તિએ પોતાની બીજી પત્ની નીતા મિસ્ત્રી સાથે છૂટાછેડા લેવા માટે 3 વર્ષ પહેલા અરજી કરી હતી.

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા પછી કમલેશે ચાર વર્ષ પહેલા એક બિનસત્તાવાર મેરેજ બ્યૂરોની મદદથી નીતાનો સંપર્ક કરીને લગ્ન કર્યા હતા. નીતા પણ પહેલાથી પરીણિત હતી. કમલેશનો ચાર વર્ષનો એક દીકરો પણ છે જે તેની સાથે જ રહે છે. કમલેશ પહેલા સુરતના પૂનાનગર પાસે સીતાનગર ચૌકમાં રહેતો હતો અને ડાયમંડ પૉલિશરનું કામ કરતો હતો.

રોજની લડાઈથી કંટાળીને બીજી પત્ની નીતાએ કમલેશ સાથે રહેવાની ના પાડી દીધી. લગ્નના એક વર્ષ પછી નીતાએ ભરૂચ કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણ માટે કેસ ફાઈલ કર્યો. આ કેસ પાછલા 3 વર્ષથી ચાલી રહ્યો છે. ગુરુવારના રોજ જજ જે.જે.અગ્રવાલે કમલેશને નીતા સાથે શાંતિથી રહેવાની સલાહ આપી. જજની સલાહ પર નીતા રાજી થઈ ગઈ પણ કમલેશે ત્યાંજ કીટનાશક દવાની બોટલ ખોલીને કોર્ટ રુમમાં પી લીધી.

એક પૂર્વ આયોજિત પ્રયાસ હતો કારણકે કમલેશ ગેરકાયદેસર બોટલ કોર્ટરુમમાં લઈને આવ્યો હતો. શુક્રવારે સેકન્ડ એડિશનલ કોર્ટના સુપરિટેંડેન્ટ એ.જે.શાહે કમલેશ વિરુદ્ધ IPCની કલમ 309 અંતર્ગત ભરૂચ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો.

 

(5:53 pm IST)