Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ખેડૂતોની આત્મહત્યા પાછળ માત્ર ખેતીની નિષ્ફળતાનું એકમાત્ર કારણ જવાબદાર નથીઃ કોંગ્રેસ દ્વારા આયોજીત આંદોલનના વિરોધ કરતા નીતિનભાઇ પટેલ

વડોદરાઃ કોંગ્રેસ દ્વારા ગઇકાલથી ખેડૂતોના પ્રશ્ને રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે, જેને નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે વખોડી કાઢી છે.

નીતિનભાઇ પટેલે કહ્યુ કેખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યા પાછળ ખેતીની નિષ્ફળતાનું એક માત્ર કારણ જવાબદાર હોતું નથી. આત્મહત્યા માટે સામાજિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં કૃષિ ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેર કોર્પોરેશન દ્વારા પર્યાવરણ બચાવોના ભાગ રૂપે વડસર ખાતે લેન્ડ ફીલ ડમ્પીંગ સાઇટની જગ્યાએ ગંદકી દૂર કરીને 12 એકર જગ્યામાં ટ્રી મ્યૂઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. તેમની સાથે નીતિન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યાં હતા. 

(5:52 pm IST)
  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST