Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગાંધીનગરમાં રસીની આડ અસરથી બચવા ડોક્ટરોને યોગ્ય તાલીમ આપવાનો સરકારનો નિર્ણય

ગાંધીનગર:સમગ્ર રાજયમાં તા.૧પ જુલાઈ બાદ મીઝલ્સ અને રૃબેલાની રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ મેગા રસીકરણ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાર લાખ જેટલા બાળકોને આવરી લેવામાં આવનાર છે. ત્યારે આ રસીની કોઈ આડઅસર થાય તે સમયે રાહત અને બચાવની કામગીરી ઝડપથી અને યોગ્ય રીતે થાય તે અંગે ડોકટર સહિત જરૃરી સ્ટાફને તાલીમ આપવામાં આવશે. ગુજરાત રાજયમાં જુલાઈથી ઓરી અને રૃબેલા રસીકરણ ચાલુ થનાર છે આ અન્વયે ગાંધીનગર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન તબીબી અધિકારીઓ, તાલુકા હેલ્થ અધિકારીઓ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો અને તાલુકા હેલ્થ વિઝીટરનો સંયુકત વર્કશોપ આજે ગાંધીનગર જિલ્લાના એમઆર કેમ્પેઈનના નોડલ અધિકારી હરેશ નાયક તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પિયુષ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

 

 

(5:20 pm IST)