Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગાંધીનગર નજીક ફ્લેટ બનાવી આપવાની લાલચ આપી કોન્ટ્રાકટરે 18 કરોડની છેતરપિંડી આચરી

ગાંધીનગર:આસપાસ છેતરપીંડીના કિસ્સા વધી રહયા છે ત્યારે ચાંદખેડાના સમૃધ્ધિ બંગલોઝમાં રહેતાં ભુપેન્દ્રકુમાર રમણલાલ પટેલને અમદાવાદમાં પાલડી ખાતે રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ કુંજલ ચંદ્રકાંત મહેતાએ ભુપેન્દ્રભાઈની કોબા જૈન દેરાસર નજીકની જમીનમાં ફ્લેટ બનાવવાની લાલચ આપી હતી. જેમાં કુંજલે ભુપેન્દ્રભાઈને જણાવ્યું હતું કે જૈનોના જાણીતા જ્યોતિષ પ્રિતેશભાઈ શાહ મારા મિત્ર છે અને તેમની સાથે મુલાકાત કરાવતાં પ્રિતેશભાઈએ ભુપેન્દ્રભાઈને કહયું હતું કે અમારી પાસે ૭૦૦ ફલેટના વેચાણની યાદી તૈયાર છે. જેમાં જૈનોનું મોટુ ટ્રસ્ટ સામેલ છે જે ફલેટ ખરીદનાર તમામને ૧પ લાખની સહાય કરશે. તમારે માત્ર ડેવલપમેન્ટ જ કરવાનું છે. બાકીનું બુકીંગથી માંડીને તમામ જવાબદારી અમારી રહેશે. જેના મહેનતાણાં પેટે એક કરોડ રૃપિયા આપવાના રહેશે. જેથી કુંજલ મહેતા, અજય શાહ અને પ્રિતેશ શાહ ઉપર વિશ્વાસ મુકીને એક કરોડ રૃપિયા ચુકવી આપ્યા હતા અને રાજલબ્ધિ ઈન્ફ્રાસ્ટ્રકચર નામની કંપની બનાવી કામ શરૃ કર્યું હતું. જેના તમામ કાગળો કુંજલ મહેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કામ શરૃ થતાં ભુપેન્દ્રભાઈએ કુંજલ મહેતા પાસે રૃપિયા માંગતા આવા કોઈ ગ્રાહકો કે તેમના ૧પ-૧પ લાખ તેમની પાસે નથી તેમજ ૧૧૬ મકાનોનું બુકીંગ કરાવ્યું હતું પરંતુ તે પૈસા ભુપેન્દ્રભાઈ સુધી પહોંચ્યા નહોતા. જેનો વહીવટ કુંજલના પિતા ચંદ્રકાંતભાઈ કરતાં હતા.

 

 

(5:19 pm IST)