Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આણંદ નજીક મોગરીમાં યુવતીની છેડતી કરી બીભત્સ માંગણી કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ:નજીક આવેલા મોગરી ગામે ગાયત્રીકૃપા રો હાઉસના નામે કન્સ્ટ્રક્શન સાઈટ ચાલુ કરનાર શખ્સ દ્વારા એક યુવતીને નોકરીમાં રાખીને તેણીની શારીરિક છેડછાડ કરી બીભત્સ માંગણી કરતાં સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર બે મહિના પહેલાં મોગરી ગામે રહેતી એક યુવતીએ અખબારમાં ઓફિસ વર્ક માટે ફીમેલ જોઈએ છે તે જાહેરાત વાંચીને આપેલા નંબર પર સંપર્ક કરતાં દિલીપભાઈ દેવીલાલભાઈ કનોજીયા દ્વારા યુવતીને ઈન્ટર્વ્યુમાં બોલાવીને માસિક છ હજારના પગારથી પોતાની ઓફિસમાં નોકરી પર રાખી હતી અને પોતાની ગાયત્રીકૃપા રો હાઉસ નામથી શરૂ કરેલી કન્સ્ટ્રક્શનની સાઈટમાં મકાન લેવા માટે આવતા ગ્રાહકોને સમજ આપવાનું જણાવ્યું હતુ. થોડા સમય બાદ દિલીપભાઈ કનોજીયા દ્વારા યુવતીને બેંકમાં નોકરી અપાવવાની વાતો કરીને વડોદરા મીટિગમાં લઈ જવું પડશે તેમ જણાવીને એક્ટીવા પર લઈ જતો હતો અને યુવતીને એક્ટીવા ચલાવવા આપીને પોતે પાછળ બેસી યુવતીની શરીર સાથે અડપલાં કરતો હતો.

ઓફિસમાં પણ યુવતી સાથે એકીટસે જોઈને છેડતી કરી હેરાન પરેશાન કરતો હતો. ત્યારબાદ યુવતીના ભાઈને વિદેશ મોકલવા માટે પૈસાની મદદ કરવાના બહાને બીભત્સ માંગણી કરી હતી પરંતુ યુવતી દ્વારા ઈન્કાર કરી દેવામાં આવતાં તારા પિતાને રિવોલ્વરથી જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપતો હતો જેથી યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(5:19 pm IST)