Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

માતર તાલુકાના રતનપુરમાં ફ્રિજમાં પાણીની બોટલ મુક્તિ વેળાએ કરંટથી માતા- પુત્રીની હાલત ગંભીર

માતર:તાલુકાના રતનપુરમાં ફ્રીજમાં પાણીના બોટલ મુકતી વખતે માતા-પુત્રીને વીજ કરંટ લાગતા તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

 


મળતી માહિતી મુજબ માતર તાલુકાના રતનપુરમાં રહેતા મહેબુબખાન પઠાણના પત્ની રૂક્શાનાબાનું (ઉં.વ ૪૫) અને તેમની ૨૧ વર્ષની પુત્રી ખુશ્બુ ઘરના વાસણ સાફ કર્યા બાદ પાણીની બોટલો ભરી ફ્રીજમાં મુકવા જતી હતી તે વખતે એકાએક વીજ કરંટ લાગતા બંને ગંભીર દાઝી ગઈ હતી. જેથી તેમને પ્રથમ ખેડા હોસ્પિટલમાં અને બાદમાં નડિયાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કર્યાં છે. આ અંગે ખેડા પોલીસે જાણવાજોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:18 pm IST)
  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST

  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST