Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

શીક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ માટે પડાપડી

નર્સરીમાં પ્રવેશમાં ૫૦ બેઠક માટે ૪પ૦થી વધુ ફોર્મ ભરયા હતાઃ ડ્રો યોજાયો

રાજકોટ,તા.૯: ખાનગી સ્કુલોમાં શિક્ષણ આપવાનાં બદલે હવે એક વર્ગ સરકારી શાળા તરફ જતો જોવા મળે છે. શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં નર્સરીમાં પ્રવેશ માટે વાલીઓનો ઘસારો જવા મળ્યો હતો. બે શાળામાં ૫૦ બેઠક માટે ૪૫૦ ફોર્મ આવ્યા હતા. જેનો ડ્રો યોજાયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યામની રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા તથા ડો.જહાગીર ભાભા પ્રાથમિક શાળામાં નર્સરી વિભાગમાં એડમીશન માટે ફોર્મ શરૂ કરવામાં આવતા બન્ને શાળામાં ૫૦ બેઠક માટે માત્ર ચાર-પાંચ દિવસમાં ૪૫૦થી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં પ્રવેશ માટે તાજેતરમાં ડ્રો યોજાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બૂટ-મોજા, યુનિફોર્મ, સ્ટેશનરી સહિતની સુવિધા ફ્રીમાં મળવા સાથે શિક્ષણ પણ ગુણવતાયુકત મળી રહે છે જેથી સરકારી સ્કુલો તરફ લોકો આવી રહ્યા છે તેમ વાલીઓમાં ચર્ચાય રહ્યુ છે.

અત્રે નોંધનીય છે કે, આ બન્ને શાળાઓ છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કરવામાં  આવી છે.ક્રમશ વર્ગનો વધારો થઇ રહ્યો છે.(૨૮.૧)

(4:12 pm IST)