Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

5 કરોડનું ઈનામ લેવા સુરતની આઇટી ઓફિસમાં માત્ર ચાર દિવસમાં 80 જેટલી અરજીઓનો ઢગલો

કરોડોની બેનામી પ્રોપર્ટીની માહિતી અપાયાના દાવા

સુરત:બેનામી સંપત્તિઓની માહિતી આપનારને 5 કરોડના ઈનામની જાહેરાત બાદ સુરતની IT ઓફિસમાં અરજીઓનો ઢગલો થયો છે 5 કરોડ કમાવવાની લાલચે માત્ર ચાર જ દિવસમાં આઈટી ઓફિસે 80 જેટલી અરજીઓ આવી છે, જેમાં કરોડોની બેનામી પ્રોપર્ટીની માહિતી અપાયાના દાવા થઈ રહ્યા છે.

  સૂત્રોનું માનીએ તો, ઈન્કમ ટેક્સના અધિકારીઓએ આ અરજીઓને ચકાસવાનું શરુ કરી દીધું છે, અને તેના આધારે તપાસ પણ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિએ આપેલી માહિતી સાચી નીકળી તો તેને સરકારે કરેલી જાહેરાત અનુસાર ઈનામ પણ આપવામાં આવશે. અત્યાર સુધી બેનામી મિલ્કતોની બાતમી આપનારાને આઈટી વિભાગ દ્વારા 20 ટકા રકમ ઈનામમાં અપાતી હતી.

  એક આઈટી અધિકારીના જણાવ્યા મુજબ  અરજીઓ મળવાનો સિલસિલો હજુય યથાવત છે, અને કેટલીક અરજીઓ પર કામ પણ શરુ કરી દેવાયું છે. મહત્વનું છે કે, સરકારે હજુ આ અઠવાડિયે જ જાહેરાત કરી હતી કે, બેનામી પ્રોપર્ટીની માહિતી આપનારાને પાંચ કરોડનું ઈનામ અપાશે, અને જે પણ આ માહિતી આપશે તેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવશે.

  બેનામી પ્રોપર્ટી અંગે માહિતી આપનારા મોટાભાગના અંદરના લોકો અને કેટલાક કિસ્સામાં તો કુટુંબીજનો જ હોય છે. સુરતમાં આમ પણ બ્લેક મની અને બેનામી પ્રોપર્ટીની ખાસ્સી બોલબાલા છે. નોટબંધી વખતે પણ સુરતમાં અબજો રુપિયાના વહીવટ થયા હતા, અને તેમાં જ બિટકોઈનનું કૌભાંડ પણ થયું હતું જે હાલમાં જ બહાર આવ્યું છે.

(2:50 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST