Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ખેડૂતોનું રાજ્યવ્યાપી આંદોલન : શાકભાજી-દૂધ રસ્તામાં ફેંકી વિરોધ પ્રદર્શન :પોષણક્ષમ ભાવ મુદ્દે રોષ ઠાલવ્યો

અમદાવાદઃ દેશભરમાં ચાલતા ખેડૂતોના આંદોલનની ગુજરાતમાં પણ પહોંચી છે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતોએ શાકભાજી-દૂધ રસ્તા પર ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

   રાજ્યના અનેક જિલ્લાના ખેડૂતો રસ્તા પર આવી ગયા હતા. ઘણી જગ્યાએ ખેડૂતોએ રસ્તાઓ પર ચક્કાજામ કર્યો છે. દાહોદમાં કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોનું આંદોલન જોવા મળ્યું. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

   કેન્દ્ર સરકારની નીતિ, મોંઘવારી, પોષણક્ષણ ભાવ ન મળવા આ તમામ વસ્તુને લઈને કોંગ્રેસ દ્વારા પણ રાજ્યવ્યાપી ધરણા શરૂ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસ પણ ખેડૂતોને પોતાના ટેકો આપશે. પ્રથમ દિવસે ધરણા અને આવેદન પત્ર આપવામાં આવશે. આમ ત્રણ દિવસ સુધી આંદોલન ચાલશે. 

(2:31 pm IST)