Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ગોધરામાં રીક્ષા પાર્ક કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ : ભારે પથ્થરમારો : ત્રણને ઇજા : પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

ગોધરાના ખાળી ફળિયા વિસ્તારમાં રીક્ષા પાર્ક કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં 3 લોકોને ઇજા પહોંચી હતી. આ દરમિયાન પરિસ્થિતિ બેકાબુ બની હતી.પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા. આ ઘટનામાં ઇજા પામેલાઓને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.

(12:21 pm IST)