Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વહેલી સવારે વલસાડના વાતાવરણમાં પલટો:પવન સાથે કપરાડા અને ધરમપુરમાં ગાજવીજ વરસાદ

રાજકોટ :રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ બંધાયો છે હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા વહેલી સવારથી વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વલસાડના કપરાડા અને ધરમપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

(12:01 pm IST)