Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નવસારી કોંગ્રેસના મોટા નેતા દિપક બારોટનું રાજીનામુ

નવસારી નગરપાલિકામાં પ્રમુખ પદની ચૂંટણી ચાલી રહી હતી.ત્યારે શહેર કોંગ્રેસના મોટા નેતા દિપક બારોટે તેમના પદ પરથી રાજીનામુ આપી દેતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દિપક બારોટના રાજીનામાને પગલે જિલ્લા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. નગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેમને મનાવવા પહોંચ્યા હતાં. પરંતુ તેમણે તેમના નિર્ણય પર મક્કમ હોવાનું જણાવ્યું.

(11:49 pm IST)