Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાધનપુરમાં શિક્ષકે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

શિક્ષકે મોબાઇલ પર બિભત્સ માંગણી કરતા અંતિમ પગલું ભર્યું :સ્યુસાઇડ નોટ મળી

રાધનપુરમાં શિક્ષકે બીભત્સ માંગણી કરતા વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે  હિરેન પંડયા નામના એક શિક્ષકના ત્રાસથી એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો છે

. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે શિક્ષક દ્વારા મોબાઇલ પર બિભત્સ માંગણી કરવામાં આવતા તેણે રીતે અંતિમ પગલું ભરવાની કોશિષ કરી છે. પોલીસને વિદ્યાર્થિની પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલમાં વિદ્યાર્થિનીને સારવાર માટે ખસેડાઇ છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(11:38 pm IST)