Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

અકસ્માત અટકશે:વલસાડ હાઇવે પર ફસ્ટ ટ્રેક પર ચાલતા ભારે વાહનો વિરુધ્ધ પોલીસ તંત્રની પહેલથી ચારે કોર પ્રશંસા: માસ્ક ના પહેનાર લોકોને પોલીસ માસ્ક આપે છે

સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયન , જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડની સરહદ પર ખાસ કોરોનાના નિયમનું ચેકિંગ માટે ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂત જાતે રસ્તા પર ઉતરી માસ્કનું પાલન કરાવી રહ્યા છે. આ સાથે તેઓ ફસ્ટ ટ્રેકના વાહનોને પણ દંડી રહ્યા છે.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં નવસારી સુરત તરફથી આવતા લોકો કોરોનાના નિયમનું પાલન કરતા છે કે નહી તેની ચકાસણી ડુંગરી પોલીસ દ્વારા હાઇવે પર ચેકિંગ હાથ ધરાયું છે. તેમજ હાઇવે પર ફસ્ટ ટ્રેકમાં ચાલતા વાહનોને દંડવાની કામગીરી પણ તેમના દ્વારા પુરજોશમાં હાથ ધરાઇ છે.સુરત રેન્જ એડી ડીજી ડો રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડની સરહદ પર ખાસ કોરોનાના નિયમનું ચેકિંગ માટે ડુંગરી પીએસઆઇ જે. એસ. રાજપૂત જાતે રસ્તા પર ઉતરી માસ્કનું પાલન કરાવી રહ્યા છે અને માસ્ક આપી સમજણ પણ આપી રહ્યા છે સુરતથી વલસાડમાં મોટા પ્રમાણમાં લોકોની અવર જવર છે. ત્યારે તેમના વાહનોની ચકાસણી પોલીસ દ્વારા થઇ રહી છે. આ સિવાય હાઇવે પર ફસ્ટ ટ્રેકમાં ચાલતા વાહનો માથાનો દુખાવો બનતા હોય છે. આવા વાહનોને કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આવા વાહનોને દંડવાનું કાર્ય પણ ડુંગરી પોલીસ દ્વારા થઇ રહ્યું છે. જેના કારણે જિલ્લામાંથી પસાર થતા વ્યસ્ત હાઇવે નં. 48 પર હવે ફસ્ટ ટ્રેકના વાહનો નહીવત જોવા મળી રહ્યા છે.

(7:35 pm IST)