Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કોવિડ હોસ્પિટલોને ૨૪ વેન્ટિલેટર આપતી એલ એન્ડ ટી કંપની

સુરતની ખાસ કોરોના માટેની હોસ્પિટલોને સુપ્રસિદ્ધ એલ એન્ડ ટી કંપની એ ૨૪ વેન્ટિલેટર દાનમાં આપ્યા છે.

કંપનીએ ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં અને સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સુરત કલેકટર શ્રી ધવલ પટેલ, નવસારીના કલેકટર શ્રીમતી આર્દ્રા અગરવાલ સહિતના મહાનુભાવોની  હાજરીમાં આ વેન્ટિલેટર સુપરત કર્યા હતા.

(5:02 pm IST)
  • હાર્દિક પટેલના પિતાશ્રી ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવાર ને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો access_time 1:13 pm IST

  • ચીનનું બેકાબૂ બનેલ રોકેટ માલદીવ પાસે તૂટી પડ્યું : માલદિવ્સ પાસે ચીનનું બેકાબૂ બનેલ રોકેટ વાતાવરણમાં પ્રવેશી તૂટી પડ્યું, ભસ્મીભૂત બની ગયું હોવાનું ચીને જાહેર કર્યું access_time 11:03 am IST

  • ભાવસિંહજી હોસ્‍પિટલમાં સાંજે ૬ વાગ્‍યે ૩૦ મીનીટ સુધી વિદ્યુત પુરવઠો ખોરવાઇ જતા દેકારો બોલી ગયો : કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે આવી : મહિલા ડોકટરે પરિસ્‍થિતિ સંભાળી કોન્‍ટ્રાકટરને બેદરકારી નહિ દાખવવા તાકીદ કરી હતી access_time 9:36 pm IST