Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વડોદરામાં તરસાલી બાયપાસ પાસે મોડી રાત્રે સુરતથી ભાવનગર કારમા જઈ રહેલા દંપતિને અકસ્‍માત નડ્યો : પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી

વડોદરાના તરસાલી બાયપાસ પાસે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો. પણ આ અકસ્માત એક પત્નીએ તેના પતિને ગુમાવ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. પરંતુ પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી.

વડોદરા :વડોદરાના તરસાલી બાયપાસ પાસે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો. પણ આ અકસ્માત એક પત્નીએ તેના પતિને ગુમાવ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. પરંતુ પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરામાં તરસાલી બાયપાસ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. એક દંપતી પોતાની GJ05 CN 6405 નંબરની કારમાંથી પસાર થઈ રહ્યું હતું. પરિવાર સુરતથી ભાવનગર કારમા જઈ રહ્યો હતો. કારમાં તેમના સંતાનો પણ હતા. ત્યારે તરસાલી બાયપાસ પાસે તેમની કાર અચાનક પંચર થઈ હતી. તેથી શખ્સ કારનું ટાયર બદલવા માટે નીચે ઉતર્યા હતા. પતિ કારમાંથી પત્ની અને બાળકોને નીચે ઉતારી પંચર થયેલું ટાયર બદલી રહ્યા હતા. ત્યારે કરુણ ઘટના બની હતી.

પત્ની અને બાળકોની નજર સામે જ અન્ય વાહનચાલકે પતિને અડફેટે લીધા હતા. ત્યારે જોતજોતામાં પતિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ જોઈ પત્ની ડઘાઈ ગઈ હતી. તેઓ કંઈ સમજી શકવાની હાલતમાં ન હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં કરુણ દ્રશ્યો એ હતા કે, પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

(3:41 pm IST)