Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદના ચેખલા ગામે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ ગ્રામજનો સાથે કોરોના સંદર્ભે સંવાદ કર્યો

ઉચ્ચ અધિકારીઓ ગ્રામજનો સહિત ગ્રામ્ય યોધ્ધા કમિટીના સભ્યો એ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી સાથે સંવાદમાં જોડાયા

ગાંધીનગરઃ  “મારુ ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરીને ચેખલાના  ગ્રામજનો  સાથે પરંપરાગત રીતે ખાટલામાં બેસીને સામાજિક અંતર સાથે કોરાનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સંવાદ કરતાં હતો.

આ મુલાકાત વેળાએ ગ્રામ વિકાસ કમિશનર શ્રી વિજય નહેરા, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાંગલે,જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી,  ચેખલા ગ્રામ્યયોધ્ધા કમિટીના સભ્યો સહિત ગામના આગેવાનો - નાગરિકો  કોરાના ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને ઉપસ્થિત રહ્યા હતા.

“મારુ ગામ કોરોનામુક્ત ગામ” અભિયાન હેઠળ કોવિડ કેર સેન્ટરનું રૂબરૂ નિરીક્ષણ કરીને ચેખલાના આરોગ્ય કમિટી સભ્યો  અને કોરાના વૉરિયર્સ સાથે સામાજિક અંતરનું પાલન કરીને કોરાનાની સ્થિતિ અંગે સંવાદ કરીને તેમની કામગીરીને બિરદાવીને અભિનંદન આપતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી

જ્યારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યા બાદ ગ્રામજનોના રુબરુ મળી ખંબર-અંતર પૂછ્યા.

 શ્રી વિજયભાઈ રૂપાણીએ ચેખલા ગામના ચોરે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યા બાદ રામજી મંદિર પાસે આવેલા ઘરની મુલાકાત લઈ જાતમાહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ પરમાર જીલુભા સબરસંગના ઘરની મુલાકાત લઈ ઘરમાં ઉપસ્થિત અમરતબહેનને ખબર-અંતર પૂછ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ પરિવારના સભ્યોને અચૂકપણે માસ્ક પહેરવા માટે તાકીદ કરી.

ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી પાસેની શેરીમાં ઉભેલા બહેનોને જઈને મળ્યા હતા અને તેમને માસ્ક પહેરવા માટે પ્રેરિત કર્યા હતા. આ અંગે પ્રતિભાવ આપતા જશીબહેને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી સામેથી આવીને અમને મળ્યા એટલે બહુ સારુ લાગ્યું. જશીબહેન કહે છે કે, 'અમે થોડા દૂર હતા એટલે  મુખ્યમંત્રીશ્રીને સાંભળી શકતા ન હતા, પણ તે આવીને અમને મળ્યા અને કોવીડ સંદર્ભે કાળજી રાખવા માટે  અપીલ કરી હતી...અમને લાગ્યું કે કોઈક અમારું છે અને અમારી ચિંતા કરે છે...' એમ તેમણે ઉમેર્યું હતું....

(2:02 pm IST)