Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું


રાજકોટ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલના પિતાશ્રી ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું  છે.
ભરતભાઇ પટેલની  આજે સવારે તબિયત બગડતા યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હૃદય બંધ પડી જવાના કારણે તેમનું નિધન થયું હતું.
હાર્દિક પટેલને પણ  ૨ જી મેના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું ટ્વીટ કર્યુ હતું. સોશ્યલ મીડિયામાં  હાર્દિકભાઈએ જણાવેલ કે ડોક્ટરોની સલાહ અનુસાર ઘરે જ સારવાર ચાલી રહી છે.

(12:51 pm IST)