Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

15 વર્ષીય દીકરી દ્વારા ડ્રોઈંગ બનાવીને શ્રીમદ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નો 544 મો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો

અમદાવાદની યશ્વિ કૃપલ શાહ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નું ડ્રોઇંગ બનાવવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : પુષ્ટિમાર્ગના પ્રણેતા અને સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નો  544 મો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ નિમિત્તે અમદાવાદની એક 15 વર્ષીય દીકરી દ્વારા તેઓની ખૂબ સુંદર છબી દોરવામાં આવી છે. અમદાવાદની યશ્વિ કૃપલ શાહ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નું બનાવવામાં આવેલ ડ્રોઇંગ અહી પ્રસ્તુત છે. યશ્વિ ને સુંદર ડ્રોઇંગ બનાવવા માટે પરીવારજનો સહીતના લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને વધુને વધું શ્રેષ્ઠ ડ્રોઇંગ તૈયાર કરવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.( તસવીર- મેઘા ચિરાગ શાહ (અમદાવાદ)

(11:44 am IST)
  • એવા ટેન્કરોને દેશભરમાં ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી દેશભરના નેશનલ હાઈવે ઉપર લિક્વિડ મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરોને, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ-ફી ભરવામાંથી મુક્તિ આપી છે. access_time 8:59 pm IST

  • મિઝોરમમાં ભૂકંપનો આંચકો : મિઝોરમના લૂંગ્લેઈ ખાતે ૩.૭ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:33 am IST

  • લાખોના હીરાની ચોરી કરનારા બે મિત્રો ઝડપાઈ ગયા: સીસીટીવીની કમાલ : સુરતના વરાછામાં વૃંદાવન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીમાં કિશોરભાઈ રામજીભાઈ ભીંગરાડિયાના કારખાનમાંથી ૨૮ લાખના હીરા ચોરનારા ગૌતમ અને રાજ નામના ૨ કર્મચારી પકડાયા: access_time 11:50 am IST