Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

ગૃહિણીઓ પણ આત્મનિર્ભર બની શકે છે હિમ્મત હોય ધ્યેય હોય ને ધગશ હોય તો કણમાંથી મણ બનાવી શકે છે

દરેક સ્ત્રીએ આત્મા નિર્ભર બનવું જરૂરી છે શું ખબર ક્યારે તમને જિંદગી કયા મોડ પર લાવીને ઉભા રાખી દે

ગત સ્વપ્ન શિલ્પી ને કારણે જીવવા જેવું છે તમે પણ એવા બની શકો વાસ્તવિકતા એટલું બધું જીવીએ છીએ કે આપણા વિચારો સંવેદન બધુ એમાં "હિપ્નોટાઈઝ "થઈ ગયું છે એમાંથી નીકળી શકતા નથી જે મહિલાઓ એમાંથી નીકળી સમણાં સર્જ્યો તેઓ જગતમાં કોઇ અદ્ભુત નવું તત્વ મૂકી ગયા.

   દરેક ગૃહિણીઓ એ પહેલા તો પોતાનામાં રહેલી આવડત શોધવી પડશે કે પોતાની અંદર કયું ટેલેન્ટ છુપાયેલું છે? તે શોધવું પડશે ઘણીવાર સ્ત્રીઓ એવું વિચારે છે  ખાસ કરીને હાઉસ વાઈફ સ્ત્રીઓ અમે તો શું કરી શકીએ? અમે ક્યાં નોકરી કરીએ છીએ ?અમારામાં તો આવી કોઈ જ આવડત નથી. આ બિલકુલ યોગ્ય નથી પોતાની અંદર કોઈ ને કોઈ એવું ટેલેન્ટ તો છે જ. જે તમે બહાર લાવવા જ નથી માંગતા હું કંઈ ન કરી શકું એવું વિચારીને એનો સ્વીકાર કરી લે છે પણ એ વિચારવું જોઈએ કે હું શું શું કરી શકું છું? ઘણીવાર તમને કોમ્પ્યુટર ન ફાવતું હોય મોબાઈલની whatsapp facebook માંથી વધારે બીજું નોલેજ ન પણ હોય છતાં એવા ઘણા કામ છે જે કોમ્પ્યુટર  સિવાય પણ કરી શકાય છે એવા ઘણા કામ છે જે તમે કરી શકો છો જેમકે
(1)ડે  કેર ખોલી શકો છો
 ઘણી મહિલા ઓ નોકરી જાય છે તો તેમના બાળકોને રાખવાની તકલીફ હોય છે તો એક નાના રૂમમાં સારી સજાવટ જરૂરિયાત ની વસ્તુઓ રાખી તમે ડે કેર ખોલી શકો છો .
(2) નાસ્તા હાઉસ /બૅકરી /ટિફિન સેવા
      કુકિંગ માં ઘણી મહિલાઓ ખુબ જ પાવરફૂલ હોય છે. આ પણ એક જબરજસ્ત ટેલેન્ટ નથી તો શું છે? તમે ટિફિન સેવા પણ કરી શકો છો .નાના નાસ્તા હાઉસ ખોલી શકો છો .નાની બૅકરી પણ ખોલી શકો છો .નાનો ગૃહ ઉદ્યોગ પણ કરી શકો છો
(3) ઘણી મહિલાઓ સારું ભણેલી છે છતાં ગૃહિણી છે
    તમારો અંગ્રેજી, હિન્દી ,ગણિત ,..જેવા વિષયોમાં જો સારી પારંગતતા હોય તો તમે ટ્યૂશન પણ કરી શકો છો જો તમને કથક સાંસ્કૃતિક કાર્યક્રમો જે યોજાય છે એનું નોલેજ હોય તો તમે એના ક્લાસ પણ ખોલી શકો છો રમત-ગમત ક્ષેત્ર માં કોઈ મહિલા રસ ધરાવતી હોય તો યોગા કરાટે ,જૂડો લાઠી કે અન્ય કોઈ રમતોનું જ્ઞાન હોય તો એ પોતાનું નાનું ક્લાસીસ સેન્ટર ખોલી શકે છે
(4) બજારમાંથી મળતી હોલસેલ માંથી વસ્તુઓ લાવવી સેલિંગ કરી શકે છે પોતાનું કમિશન કરીને .મહેંદી આવડતી હોય તો એના ઓર્ડર લઈ શકે છે બ્યુટી પાર્લર ખોલી શકે છે ક્લાસીસ ચલાવી શકે છે કેક સારી આવડતી હોય તો બર્થ ડે ના ઓર્ડર લઇ શકે છે આવા તો ઘણા બધા કામ છે જે પોતે નોકરી સિવાય પણ કરીને પોતે પગભર બની શકે છે માટે પોતાની ટેલેન્ટ ની ઓળખ કરે દરેક સ્ત્રી ઓ પોતાના રસ-રુચિ દ્વારા ગમતી પ્રવૃત્તિ માં આગળ વધે બસ  જરૂરત છે તો આત્મવિશ્વાસ અને અથાગ મહેનત ની ઘણીવાર એવું બને કે એક મહિલા થી આયોજન ન પણ થાય તો ચાર-પાંચ મહિલા ઓ ભેગા મળીને કાર્યની શરૂઆત કરવી .કોઈ મહિલા સારું એકાઉન્ટ જાણતી હોય, કોઈ મહિલા સારું અંગ્રેજી જાણતી હોય, કોઈ સારી સ્પીચ આપી શકતી હોય કોઈ ,સારું આયોજન કરી શકતી હોય અને કોઈ સારું પર્ફોર્મન્સ આપી આપતી હોય આ બધી મહિલાઓ જો ભેગા મળી ને અલગ અલગ કામની વહેંચણી કરવી આયોજન પૂર્વક કામ કરે તો ખૂબ જ ઉત્સાહ ને મહેનત થી પોતાનું વ્યક્તિત્વ ને નિખારી શકે છે એ પણ પોતાની નામના બનાવી શકે છે જિંદગી માં આગળ વધી શકે છે બસ જરૂર છે તો હિંમત પરિશ્રમ અને સમય ની તમારા અંદર આવડત નો ભંડાર ભર્યો છે બસ તેને બહાર લાવવાનું કામ તમારે જાતે જ કરવું પડશે.
   દરેક સ્ત્રીએ આત્મા નિર્ભર બનવું જરૂરી છે શું ખબર ક્યારે તમને જિંદગી કયા મોડ પર લાવીને ઉભા રાખી દે. "ચાવી... જો સતત વાપરો તો ચમકતી રહે, આપણા દેહ ને જો પ્રવૃત્તિમય રાખો તો કાર્યશીલ રહે."
લેખિકા -  દર્શના પટેલ (અમદાવાદ)

(11:01 am IST)