Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

પાટણ જિલ્લામાં દુષ્કાળના કારણે પાઇપલાઇનમાં ભંગાણ આવતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

પાટણ: જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં લોકોને પીવાનું પુરતું પાણી તંત્ર દ્વારા આપવામાં આવતું નથી  ત્યારે સાંતલપુર તાલુકામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી વેડફાયું હતું.

પાટણ જિલ્લાના છેવાડે આવેલા સાંતલપુર તાલુકાના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થવા પામી ચે. વિસ્તારના વીસથી વધારે ગામના લોકો પીવાનું પાણી પુરતું મળતું નથી. પાણીનું એક બેડુ ભરવા આકરા તાપમાં મહિલાઓને દુર દુર સુધી રઝળવું પડે છે. તાલુકાના કેટલાક ગામોમાં પાણી પુરવઠા દ્વારા પાણી પહોંચાડવામાં ના આવતા આવા ગામમાં લોકો વિરડીનું પાણી પુરવઠા દ્વારા ટેન્કરોથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. તાલુકામાં લોકો પાણીની એક બુંદ માટે તરસી રહ્યા છે ત્યારે વારાહી બામરોલી તરફ કિ.મી. દૂર સાંતલપુર તાલુકાને પાણી પુરું પાડતી પાઈપલાઈનમાં તા. ૭મી મે ના સવારે ભંગાણ સર્જાયું હતું. નેશનલ હાઈવે નજીકથી પાર થતી પાણીની પાઈપલાઈનમાંથી મોટો ફુવારો ઉડતો હાઈવે ઉપરથી દેખાતો હતો. પાણીનું પ્રેશર વધારે હોવાને કારણે જોતજોતામાં આજુબાજુના ખેતરો અને પડતર જગ્યામાં  પાણી ભરાઈ ગયું હતું. પાણીની પાઈપલાઈનમાં થયેલ ભંગાણ બાબતે તપાસ કરતા પાઈપલાઈનમાંથી સવારથી ફુવારો શરૃ થયો હોવાનું આજુબાજુથી જાણવા મળ્યું હતું.

(5:36 pm IST)