Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

પાણીની ગંભીર પરિસ્થિતિને દૂર કરવા અમદાવાદના પ્રસિદ્ધ ચંડોળા તળાવને નર્મદાના નીરથી ભરવા માંગણી

અમદાવાદ: ગુજરાત ભરમાં હાલમાં પીવાના પાણીની સમસ્યા અને તેના સંબંધી અન્ય તમામ મુદ્દાને લઇને પરિસ્થીતી ગંભીર બની છે. ત્યારે સંપૂર્ણ સુકાઇ ગયેલા અમવાદના પ્રસિધ્ધ ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવા માટે એએમસીના પૂર્વ વિપક્ષી નેતા અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે.

1200 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ચંડોળા તળાવ અત્યાર સુધી રાજ્ય સરકારના સિંચાઇ ખાતા હસ્તક હતુ. પરંતુ બે વર્ષ પૂર્વે રાજ્ય સરકારે તેનો કબ્જો મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધો છે. જે બાદ વાર્ષિક બજેટમાં તેના વિકાસ માટે નાણા ફાળવાય છે. પરંતુ કોઇ કામીગીર શરૂ થઇ નથી.

ચોમાસામાં ભરેલા રહેતા અને તે બાદ સંપૂર્ણ કોરુધાકોર રહેતા ચંડોળા તળાવના વિકાસ અને તેને નર્મદાના પાણીથી ભરવાની માંગ પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખે કરી છે. પોતે બહેરામપુરા વોર્ડના કાઉન્સીલર પણ હોવાથી પોતાના વિસ્તારમાં સર્જાતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે તેઓએ આ માગ કરી છે.

નોંધનીય છે કે, ચંડોળા તળાવની આસપાસ કેટલાય ઝુંપડા સંપૂર્ણ ગેરકાયદેસર છે. જેમાં કેટલીક ગેરકાયદે પ્રવૃત્તીઓ પણ ચાલ છે. ત્યારે આ સ્થળનો વિકાસ કરવો કે નઇ તે અંગે રાજકીય વિવાદ પણ સર્જાઇ શકે છે. કોંગ્રેસ દ્વારા આ તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવે તેવી માગ મુખ્યમંત્રી કરવામાં આવી છે.

(4:38 pm IST)