Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

અમદાવાદના નરોડામાં રૂપિયા પાંચ અને દસની લાલચ આપીને બે બાળકીઓ પાસે બીભત્સ માંગણી કરનાર શખ્સ જેલહવાલે

અમદાવાદઃ અમદાવાદમાં અેક શખ્‍સે રૂપિયા પાંચ અને દસની લાલચ આપીને બીભત્સ માંગણી કરતા પોલીસ ફરીયાદ બાદ આ શખ્‍સને જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદના નરોડામાં એક યુવકે 2 બાળકીઓ પાસે બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. ફ્લેટમાં જ રહેતા યુવકે બાળકીઓને 5 અને 10 રૂપિયાની લાલાચ આપીને બીભત્સ માંગણી કરી હતી. પરંતુ બંને બાળકીઓ ત્યાંથી નાસી છુટી હતી. અને સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરી હતી. જેથી બાળકીઓના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

આમ ફ્લેટમાં જ રહેતા યુવાને આવી હરકત કરતાં આસપાસના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે રાજ્યમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેથી બાળકોના માતા પિતાએ સાવધાન થવાની ખાસ જરૂર છે.

(7:13 pm IST)