Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ગુજરાતમાં ભાજપ ૨૨ વર્ષથી સતા પર હોવાથી નબળાઇઓ આવી

શહેર જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ, બોર્ડ-નિગમના અધ્યક્ષોને સંબોધનમાં રાષ્ટ્રીય નેતાનો ખુલ્લો એકરાર : સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના વહીવટની ગંભીર ફરીયાદો આવે છેઃ ધારાસભ્યો-સાંસદોની ગ્રાન્ટના ઉપયોગ અંગે ચોક્કસ નીતિ જરૂરી

રાજકોટ, તા. ૯ :. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે ગઈકાલે ભાજપના ૩૦૦થી વધુ અગ્રણીઓની હાજરીમાં યોજાયેલ બેઠકમાં રાષ્ટ્રીય નેતા અને સહપ્રભારી શ્રી વી. સતિષે ગુજરાતમાં પાર્ટીમાં નબળાઈઓ આવ્યાનો ખુલ્લો એકરાર કરતા ચર્ચા જાગી છે.

શહેર જિલ્લા ભાજપ પ્રમુખો, પ્રભારીઓ, ધારાસભ્યો, બોર્ડ નિગમોના અધ્યક્ષો વગેરેને સંબોધતા વી. સતિષે જણાવેલ કે, રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી ભાજપ સત્તા પર હોવાથી પાર્ટીમાં ઘણી નબળાઈઓ આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટ બાબતે ઘણી વખત ગંભીર ફરીયાદો આવી રહી છે. ધારાસભ્યો અને સાંસદોની ગ્રાન્ટના ઉપયોગ અંગે ચોક્કસ નીતિ નિર્ધારણ થવી જોઈએ.

વી. સતિષે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે લડવા અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ યોજના અને અન્ય સરકારી કાર્યક્રમોની માહિતી આપેલ. ઉર્જામંત્રી સૌરભ પટેલે ખેડૂતો માટેની સોલાર સીસ્ટમ અંગે જાણકારી આપેલ. ભીખુભાઈ દલસાણીયાએ સંગઠનના વિષય ઉપર ચર્ચા કરી હતી.

(4:09 pm IST)