Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

આણંદના વિદ્યા ડેરી રોડ પરથી દારૂના જથ્થા સાથે સુરેશ ચાવડા ઝડપાયો: કારમાંથી 108 બોટલો જપ્ત

અલ્ટો કારમાંથી બેગ પાઇપર વહિસ્કીની 32,400ની કિંમતની 108 બોટલ મળી

 

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાત્રીના સુમારે વિદ્યા ડેરી રોડ ઉપરથી એક અલ્ટો કારમાંથી ૩૨૪૦૦નો વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

   મળતી વિગતો મુજબ ગતરાત્રીના નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલી એલસીબી પોલીસને બાતમી મળી કે  વિદ્યા ડેરી રોડ ઉપર રહેતા સુરેશભાઈ રમણભાઈ ચાવડા વિદેશી દારૂનો ધંધો કરે છે અને અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેથી પોલીસ વિદ્યા ડેરી રોડ ઉપર પહોંચી અલ્ટો કારની તલાશી લેતાં અંદરથી બેગ પાઈપર વ્હીસ્કીની ૧૦૮ બોટલો કે જેની કિંમત ૩૨૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો.

પોલીસે સુરેશ ચાવડાની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

 

 

(11:07 am IST)