Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજપીપળા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા પદે પ્રથમ વાર મહિલાની નિમણુંક

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર મુસ્લિમ સમાજની મહિલાની વિરોધ પક્ષના નેતા પદે વરણી થઇ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભાજપની બહુમતી આવતા ભાજપે પાલિકા સત્તાના સૂત્રો સંભાળ્યા જયારે કોંગ્રેસને વિરોધ પક્ષનું સ્થાન મળતા પાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે શિક્ષિત મહિલા શાહીનૂર બાનું પઠાણની વરણી કરવામાં આવી છે પાલિકાના વોર્ડ નં.5 માં સૌથી વધુ મતે વિજય પ્રાપ્ત કરનાર શાહીનુર બાનુંએ બીકોમ અને ફેશન ડિઝાઈનર સુધીનો અભ્યાસ કર્યોં છે અને ચૂંટાયાબાદ તેમના વોર્ડમાં સકિય બની કામગીરી શરુ કરી છે.

(11:07 pm IST)