Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ખોજલવાસા ગામથી અમદાવાદ માસીને ત્યાં જવાનું કહી ગયેલી દીકરી ગુમ થતા માતા એ પોલીસની મદદ લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખોજલવાસા ગામની એક યુવતી ગુમ થતા માતા એ આમલેથા પોલીસ પાસે મદદ માંગી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જશુબેન સણગીભાઈ વસાવા રહે.ખોજલવાસાના જણાવ્યા મુજબ તેમની છોકરી ગોમતીબેન જશુભાઈ વસાવા(ઉ.વ.૨૪ )ગઈ તા.૧૯ ફેબ્રુઆરી ના દિવસે પોતાના ઘરેથી તેના નાનાભાઈ ગજેન્દ્રભાઈ ને જણાવેલ કે હું અમદાવાદ માસીની છોકરી સોનલબેન દરજીના ધરે જાઉં છું તેમ કહીને ગયા બાદ આજદિન સુધી ક્યાંયે તે મળી આવી ન હોય આખરે માતા જશુબેન એ આમલેથા પોલીસને જાણ કરતા પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

(10:58 pm IST)