Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

અરવલ્લીમાં પીએસઆઈએ શરાબ પીને ધમાલ મચાવી

પૂર ઝડપે જીપ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાં : દારૂને અટકાવવાની જવાબદારી પોલીસની છે અને પોલીસ દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું?

અરવલ્લી,તા.૯ : ગુજરાતમાં દારૂબંધી છે. એટલે કે અહીં દારૂ પીવો અને તેનું વેચાણ કરવું ગેરકાયદે છે. જોકે, અહીં માંગો ત્યાં અને માંગો એ બ્રાન્ડનો દારૂ મળે રહે છે તે નરી વાસ્તવિકતા છે. ક્યાંક છાનાછૂપો તો ક્યાંક અધિકારીઓની રહેમ નજર હેઠળ જ દારૂની હેરાફેરી થતી હોય છે. રાજ્યમાં દારૂના વેચાણ અને પીવા બદીને અટકાવવાની જવાબદારી પોલીસની છે. હવે પોલીસ જ જો દારૂ પીને ધમાલ મચાવે તો ફરિયાદ કરવા કોની પાસે જવું? રાજ્યના સરહદી અરવલ્લી જિલ્લામાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હતી. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ખાતે પીએસઆઈએ દારૂ પીને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પીએસઆઈએ અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. હાલ આ પીએસઆઈની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

            મેઘરજના ઇસરીના પીએસઆઈ બીએલ રોહિતે દારૂ પીને ધમાલ મચાવી હતી. દારૂ પીને ડમડમ બનેલા પીએસઆઈ જીપમાં સવાર થઈ ગયા હતા અને શૂરાતન ચઢ્યું હોય તેમ પૂર ઝડપે જીપ ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અંગે વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં જોઈ શકાય છે કે પીએસઆઈ દારૂના નશામાં ડમડમ થઈ ગયા હોવાથી જીપ આગળ પાછળ કરી રહ્યા છે. આ બનાવ ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય જિલ્લા એસપી સંજય ખરાતે પીએસઆઈ સામે કડક પગલા ભરવાનો અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પીએસઆઈની અટકાયત કરી દેવામાં આવી છે. પીએસઆઈ સામે દારૂ પીવાનો અને બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પીએસઆઈ સામે પગલાં ભરાયા છે. આ અંગે વાયરલ થઈ ગયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગામની એક શેરી ખાતે એકઠા થઈ ગયેલા કેટલાક લોકો પીએસઆઈની જીપ અટકાવીને તેમને નીચે ઉતારવાનો પણ પ્રયાસ કરે છે. જોકે, પીએસઆઈ બેફામ રીતે જીપ હંકારીને નાસી જાય છે. આ દરમિયાન એક એસ.ટી. બસને પણ જોઈ શકાય છે. પીએસઆઈ જે રીતે જીપ હંકારી રહ્યા હતા તેનાથી બસ સાથે જીપની ટક્કર પણ થઈ શકતી હતી.

(9:22 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 4 દર્દીઓના મોત: મોડી રાતે હોસ્પિટલમાં લાગેલી આગ બાદ 27 દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડાયા :આમાંથી 10 દર્દીઓ આઈસીયુમાં પણ હતા. વેલ ટ્રીટ હોસ્પિટલ નાગપુરમાં આગ લાગી access_time 12:58 am IST

  • LinkedIn સોશિયલ મીડિયા ઉપરના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા લીક થતા વિશ્વભરમાં સનસનાટી : સોશિયલ મીડિયાની જગપ્રસિદ્ધ LinekIn સાઇટ ઉપરના ૫૦ કરોડ જેટલા યુઝર્સના પર્સનલ ડેટા ઓનલાઇન લીક થયા છે. આટલી મોટી માત્રામાં પર્સનલ ડેટા લીક થતા મોટો ખળભળાટ મચી ગયો છે. યુઝર્સના પૂરા નામ, આઇડી, ઈ-મેલ એડ્રેસ, ફોન નંબર, અને બીજી અંગત વિગતો લીક થઈ ગયેલ છે. ઈટાલિયન ખાનગી વોચ ડોગ એજન્સીએ linkedin ડેટા ચોરી અંગે તપાસ શરૂ કરી દીધી છે. access_time 11:16 am IST