Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળાનો ૫૦મો (સુવર્ણ) વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

દેશ-વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ ૧૩ શુક્રવાર તા.૦૯/૦૪/૨૦૨૧ ના શુભ દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત
શ્રી સ્વામિનારાયણ મંદિર, બાવળાનો ૫૦મો વાર્ષિક પાટોત્સવ(સુવર્ણ પ્રતિષ્ઠા દિન) ઉજવવામાં આવ્યો હતો.  ૫૦મા વાર્ષિક પાટોત્સવ પર્વે અન્નકૂટ દર્શન, કથા વાર્તા, આરતી; કાજુ , બદામ , પિસ્તા , દ્રાક્ષ, એલાયચી , અંજીર વગેરે સુકામેવાના વાઘા શ્રી ઘનશ્યામ મહારાજ, જીવનપ્રાણ  અબજીબાપાશ્રી, જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપા વગેરે નાદવંશીય પરંપરાને વાઘા ધારણ કરવામાં આવ્યા હતા. સરકારની ગાઇડલાઇન મુજબ પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બાવળા શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી પ્રેમસ્વરૂપદાસજી  સ્વામી, શ્રી શાતિનીલયદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામીએ પાટોત્સવ વિધિ કરી હતી. દેશ-વિદેશના હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

(6:49 pm IST)
  • આવતા ૪-૫ દિવસ સુધી દેશમાં કોરોના કેસ એક લાખથી વધુ રહેશે : એક અહેવાલ મુજબ દેશમાં આ અઠવાડિયાના ૪ થી ૫ દિવસ સુધી એક લાખથી વધુ કોરોના કેસો રહેશે. રિકવરી રેટ પણ ઘટીને ૯૧.૨૨ ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી દર વધીને ૭.૫૦ ટકા થયો છે. access_time 11:16 am IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • કાશ્મીરના ત્રાલમાં વધુ ૨ આતંકવાદી ઠાર મરાયા : પુલવામા મૂઠભેડમાં ૩ આતંકી માર્યા ગયા : બચી ગયેલા ૨ આતંકવાદીઓ મસ્જીદમાંથી ફાયરીંગ કરી રહ્ના છે : ૧૨ કલાકમાં સુરક્ષાદળોએ ૫ આતંકીઓને ઠાર માર્યા access_time 11:40 am IST