Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગર મ્યુ.કોર્પો.ચૂંટણીઓ મોકૂફ રાખવા દરખાસ્ત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવ્યો :

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિ ને ધ્યાનમાં રાખી  વધુ લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા   જન હિત અભિગમ થી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં  મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય  ચૂંટણી પંચને કરી છે.

મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને  પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે એટલુજ નહિ  ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજ રત રહેતા હોય છે.
આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
 રાજ્ય  ચૂંટણી પંચ આ બધી બાબતો નો વિચાર કરી ગાંધીનગર મહા નગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં  મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કરી છે

(6:46 pm IST)