Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગર નજીક મહિલા તબીબે અગમ્ય કારણોસર બાથરૂમમાં ફાસો ખાઈ આપઘાત કરતા ચકચાર

ગાંધીનગર:શહેર નજીક અદાણી શાંતિગ્રામના વોટરલીલી એપાર્ટમેન્ટમાં રહેતાં અને અમદાવાદ કેન્સર સોસાયટી મેડીકલ કોલેજના એમડી મહિલા તબીબે પોતાના જ ઘરમાં બાથરૃમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ તો સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આપઘાતનું સચોટ કારણ જાણવા તપાસ શરૃ કરી છે.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા અદાણી શાંતિગ્રામના વોટર લીલી એપાર્ટમેન્ટ બી-૧૧૦૦/૧માં રહેતા નિલેશભાઈ રમણલાલ ચૌહાણ અમદાવાદની સોલા હોસ્પિટલમાં આસી.પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના ૪૦ વર્ષીય પત્ની મનીષાબેન પણ અમદાવાદના ચામુંડા બ્રીજ પાસે આવેલી ગુજરાત કેન્સર સોસાયટીમાં એમડી તરીકે ફરજ બજાવતાં હતા. આ ડોકટર દંપતિના પરિવારમાં સાત વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે દંપતિ વચ્ચે ઔપચારિક વાતચીત થયા બાદ આજે સવારના સમયે નિલેશભાઈ જાગ્યા ત્યારે મનીષાબેન દેખાયા નહોતા અને બાથરુમમાં જોતાં તેમણે કપડા સુકવવાના એન્ગર સાથે મનીષાબેને ફાંસો ખાધેલ હોવાનું જણાતાં ફસડાઈ પડયા હતા. જેથી આ ઘટના અંગે પરીચીતો અને આસપાસના વ્યક્તિઓને જાણ કરતાં સાંતેજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ડો.મનીષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારે આ આપઘાતની ઘટના સંદર્ભે સાંતેજ પોલીસ ઈન્સ્પેકટર વી.એસ.માંજરીયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ આપઘાત હોવાનું લાગી રહયું છે. તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે માટે હવે પરિવારજનો અને પરીચીતોના નિવેદન બાદ કોઈ સચોટ કારણ જાણવા મળી શકશે.

(5:12 pm IST)