Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પાદરા તાલુકાના સાગમાં ગામે સાસરિયાના ત્રાસથી કંટાળી ચાર પુત્રીની માટે કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી

પાદરા: તાલુકાના સાગમાં ગામે ચાર દિકરીઓની ૨૭ વર્ષની માતાએ પુત્ર અંગે સાસરિયાના મ્હેણાટોણાથી કંટાળી કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

વડોદરામાં કલાલી ફાટક પાસે રહેતી શારદા મોહનભાઇ માળીની પુત્રી  કપિલાના સાગમાં ગામે ૧૧ વર્ષ પહેલાં બાબુ શાંતિલાલ માળી સાથે લગ્ન થયા હતાં. લગ્નજીવન દરમિયાન પરિણીતાને સંતાનમાં ચાર  દીકરીઓ જન્મી હતી.  ચાર પુત્રીઓને જન્મ આપતા કપિલાનો પતિ અને સાસુ ગંગાબેને પાંચ માસ પહેલા જણાવેલ કે મારે દિકરો જોઇએ છે તેમ કહી માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું  હતું.

સાસુ અને પતિ મ્હેણાટોણા મારી કહેતા હતાં કે તું તથા તારી દીકરીઓ મરી કેમ નથી જતા. પતિ અને સાસુના ત્રાસથી કંટાળી જઇ પરિણીતાએ સાગમાં ગામની કેનાલમાં ઝંપલાવી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે પરિણીતાના પતિ અને સાસુ સામે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)