Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

માલપુરની પી.જી.મહેતા હાઇસ્કુલની સગર્ભા શિક્ષિકાનું કોરોનાનું મોત

અરવલ્લી : જીલ્લાના માલપુરની પી.જી.મહેતા હાઇસ્કુલના સગર્ભા શિક્ષિકાનું કોરોનાની મોત થયું છે.

સગર્ભા મહિલા બોલુન્દ્રા ગામના રેખાબેનને અચાનક તબિયત બગડતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સગર્ભા મહિલા શિક્ષિકા કોરોનાની ખપ્પરમાં આવવાથી એક સાથે બે જીવ થોભી જતા પરિવારજનો પર તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા.

(12:45 pm IST)
  • આવતા ૪-૫ દિવસ સુધી દેશમાં કોરોના કેસ એક લાખથી વધુ રહેશે : એક અહેવાલ મુજબ દેશમાં આ અઠવાડિયાના ૪ થી ૫ દિવસ સુધી એક લાખથી વધુ કોરોના કેસો રહેશે. રિકવરી રેટ પણ ઘટીને ૯૧.૨૨ ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી દર વધીને ૭.૫૦ ટકા થયો છે. access_time 11:16 am IST

  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST