Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઢસા ભાજપ જિલ્લા પંચાયતના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત

મોડી રાત્રે કે.ડી.પાવરાનું મોત થતા જિલ્લા ભાજપમાં ગમગીની છવાઈ ગઈ

બોટાદ : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તેમજ કેટલાક નેતાઓ કોરોનાને કારણે મોતને પણ ભેટી રહ્યા છે. બોટાદ જિલ્લામાં ઢસા ભાજપ જિલ્લા પંચાયતના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત થયું છે. કે. ડી.પાવરાને કોરોનાનું સંક્રમણ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે કે.ડી.પાવરાનું મોત થતા જિલ્લા ભાજપમાં ગમગીની છવાઈ ગઈ છે

(11:22 am IST)