Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર કૉર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા આમ આદમી પાર્ટીની માંગ

આપએ કહ્યું વર્તમાન સ્થિતિને જોતાં ચૂંટણીઓ મુલતવી રાખવી જોઈએ

અમદાવાદ :ગુજરાતમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવાની માગણી આમ આદમી પાર્ટીએ કરી છે.

પાર્ટીએ ચૂંટણીપંચને કહ્યું કે, ચૂંટણીપંચને જાહેરનામું બહાર પાડ્યા પછી પણ ત્રણ મહિના માટે ચૂંટણી મુલતવી રાખવાની સત્તા હોય છે અને વર્તમાન સ્થિતિને જોતાં ચૂંટણીઓ મુલતવી રાખવી જોઈએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની ચૂંટણી માટે 43 માંથી 40 ઉમેદવારોની ઘોષણા કરેલી છે અને પાર્ટીનો આ ચૂંટણી જીતશે એવો દાવો કરે છે.

(12:54 am IST)
  • અક્ષરધામ મંદિર ૩૦મી સુધી બંધ : કોરોનાની મહામારીના પગલે ગાંધીનગર સ્થિત વિશ્વ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે access_time 3:56 pm IST

  • જાણીતા રમતવીર શ્રેયસ અય્યરની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી : તેમને તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેના વન-ડે મેચ દરમિયાન હાથ ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી access_time 3:54 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST