Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા કામદારોને કર્ફ્યુના સમયમાં આઇકાર્ડ તપાસી અવર જવરની છુટ આપવા ગૃહ રાજયમંત્રીને રજુઆત

ગાંધીનગર: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અેન્ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કામદારોને કર્ફ્યુના સમયમાં અવર જવરની આઇકાર્ડ છુટ આપવા ગૃહ રાજયમંત્રીને રજુઆત કરાઇ છે. વધુ વિગતે જોઇ તો રાજયમાં કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી રાજયના 20 શહેરોમાં કરફયુ લાદવામાં આવ્યો છે. તેને આવકારતાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ગુજરાત વેપારી મહામંડળ )એ ગુજરાતના રાજયકક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજયના આર્થિક વિકાસમાં કોઇ વિલંબ ના આવે તથા રોજગારીના પ્રશ્નોના સર્જાય તે માટે કામદારોને આઇ.ડી. કાર્ડ જોઇને કરફયૂના સમયમાં અવરજવરની છૂટ આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે ગુજરાતના રાજયકક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં સરકાર દ્વારા ગુજરાતના 20 શહેરોમાં લાદવામાં આવેલા રાત્રિ કરફયુના નિર્દેશો ખૂબ જ અનિવાર્ય છે. તથા વર્તમાન પરિસ્થિતિને ખૂબ જ જરૂરી પણ છે. પરિસ્થિતિ વણસે તે પહેલાં ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ અટકાવવું ખુબ જ જરૂરી પણ છે.

સતત પ્રક્રિયાવાળા ઔદ્યોગિક એકમોમાં 24 કલાક કામદારોની જરૂર રહેતી હોય છે. આવા ઉદ્યોગ વેપારથી ઘરે અવરજવર કરતાં કામદારો, મજૂરો તથા કર્મચારીઓ માટે પોલીસ વિભાગ તેમના કંપની આઇ-ડી જોઇને કરફયુના સમયમાં અવરજવરની છૂટ આપવામાં આવે તો પોતાની શિફ્ટ ડયૂટીમાં કામ કરી શકે.

તેમણે છેલ્લે જણાવ્યું છે કે, રાજયના આર્થિક વિકાસમાં કોઇ વિલંબ ના આવે તથા રોજગારીના પ્રશ્નો ના સર્જાય તેને ધ્યાનમાં રાખીને તમારા વિભાગ દ્વારા ઉપરોક્ત સૂચનો જારી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસોએ માઝા મૂકી છે. આ કેસોના કારણે લોકોમાં લોકડાઉન થવાનો ડર ઊભો થયો છે. જો કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી આ બાબતે અવારનવાર સ્પષ્ટતાં કરવામાં આવી છે. છતાં દક્ષિણ ગુજરાતમાંથી કેટલાંક પરપ્રાંતિય કામદારો પોતાના ઘરની વાટ પકડી છે. જો કે તેમાં કેટલાંક લોકોએ લગ્નપ્રસંગે ઘરે જતાં હોવાનું પણ મીડિયાને જણાવ્યું હતું.

(10:06 pm IST)
  • અત્યંત ભયજનક સ્થિતિમાં ધકેલાય રહેલ રાજકોટ શહેર - જિલ્લો : ગઈકાલે સવારે 8 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં ઓલટાઈમ રેકર્ડબ્રેક 34 લોકોના સરકારી ચોપડે દુઃખદ મૃત્યુ નોંધાયા : લોકોમાં હડકંપ : આજ સવાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 250 બેડ ઉપલબ્ધ access_time 10:49 am IST

  • આવું આપણા દેશમાં પણ થવું જોઈએ કે નહીં?? : નોર્વે દેશના ના વડાપ્રધાન એર્ના સોલબર્ગને કોવિડ19 પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો access_time 6:06 pm IST

  • સતત વધતા જતા કોરોના વ્યાપ વચ્ચે :રાજકોટની સિવિલ હોસ્પિટલ માટે આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે વધારાનું મશીન ફાળવતા વિજયભાઈ :બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીઍ કરેલી મહત્વની જાહેરાત access_time 4:32 pm IST