Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીકમાં : ખોરજ ગામાં ર૦૦ જેટલા કોરોના પોઝીટીવ : ચૂંટણી પ્રચાર બંધ

ગાંધીનગર : અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીકના દિવસોમાં છે ત્યારે ગાંધીનગરના ખોરજ ગામમાં ર૦૦ જેટલા કોરોના પોઝીટીવ આવતા ચૂંટણી પ્રચાર બંધ કરી દેવાયો છે.

વધુ વિગત મુજબ  ખોરજ ગામમાં 70 તેમજ સોસાયટી વિસ્તારમાં 125 જેટલા લોકો કોરોનાનો શિકાર બનતા ગામમાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગઈકાલે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 39 તેમજ શહેરી વિસ્તારમાં 40 મળીને કુલ 79 કોરોના કેસો મળી આવ્યા છે.

(9:24 pm IST)