Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નાગરવાડામાં વધુ 17 કોરોના પોઝીટીવ :કુલ 39 લોકો સંક્રમિત

નાગરવાડા વિસ્તારને હવે ક્લસ્ટર કોરોનટાઇન કરાયો

વડોદરામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે એક સાથે 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ગત રાત્રીથી વધુ 300 લોકોના સેમ્પલ લેવાયા હતા આ સેમ્પલ વડોદરાના નાગરવાડામાંથી લેવામાં આવ્યા હતા. જ્યાં વધુ 17 કેસ પોઝિટિવ બહાર આવ્યા છે. વડોદરામાં હવે કુલ આંકડો 39 સુધી પહોંચી ગયો છે. માસ સેમ્પલીગ લેવામા આવ્યા તેમાથી પોઝીટીવ કેસો બહાર આવ્યા રાજ્યમાં દર કલાકે કોરોના પોઝિટિવનો આંકડો વધી રહ્યો છે. વડોદરાના નાગરવાડા વિસ્તારને હવે ક્લસ્ટર કોરોનટાઇન કરાયો છે.

(9:38 pm IST)
  • કોરોનાને પછડાટ આપતું કર્ણાટકઃ ૩જા સ્થાનેથી હવે દેશમાં ૧૧મા સ્થાને છે : બેંગલુરૃઃ કોવિડ-૧૯ કેસોમાં દેશમાં સતત ત્રીજા સ્થાને રહેલ કર્ણાટક હવે ત્યાંની સરકારના સતત પગલાઓ અને પ્રજાના સાથ સહકારને લીધે હવે કોરોનાના ફેલાવામાં ૧૧મા સ્થાને છે કોરોના સામેની લડતમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ માનવ-માનવ વચ્ચેનું અંતર જાળવવાના તથા લોકડાઉન નિયમનો પુરે પુરા પાળવાથી આ શકય બન્યું છે. અત્યારે કોરોના પ્રસરવાનો દર ખુબ ધીમો પડી ગયો છે. access_time 11:23 am IST

  • ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ સાથે પોઝિટિવ કેસ 186 એ પહોંચ્યા : 145 એક્ટિવ અને સ્ટેબલ, 16 મોત, 25 ને રજા આપી, 2 વેન્ટીલેટર ઉપર, વડોદરામાં 5 અને ભાવનગરમાં 2 સાથે 7 નવા કેસ: ડો. જયંતિ રવિ access_time 8:22 pm IST

  • અનંત મુકેશભાઈ અંબાણીનો જન્મદિન : પરિમલ નથવાણીએ અભિનંદન આપ્યા : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના યુવા સંચાલક શ્રી અનંત અંબાણીનો જન્મદિવસ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીનીયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સભ્ય શ્રી પરિમલભાઈ નથવાણીએ મોડીરાત્રે ટ્વીટ કરી ભગવાન દ્વારકાધીશના આર્શીવાદ સતત વરસતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. access_time 1:07 pm IST