Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતમા લોકડાઉનને વધુ કડક બનાવવાનો અંતે નિર્ણય

ક્લસ્ટર ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં સર્વેલન્સ ચુસ્ત : પોલીસ સ્ટાફના અંદાજિત ૯૦૦૦૦ જવાનોના આરોગ્ય ચેક અપ : ડી સ્ટાફના એક એએસઆઈને કોરોના લક્ષણો

અમદાવાદ, તા. : કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન તથા ક્લસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં સર્વેલન્સ વધુ ચુસ્ત બનાવવા પોલીસ ફૂટ પેટ્રોલિંગ અને મોટરસાઇકલ પેટ્રોલિંગ વધારશે તેવું જણાવતા રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝાએ નાગરિકોને પણ ઘરમાં રહીને સોશ્યિલ ડિસ્ટન્સીંગનું  જાગૃકતાથી પાલન કરવા અનુરોધ  કર્યો હતો.લૉકડાઉનના અમલ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની વિગતો માધ્યમોને આપતા શ્રી ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરમાં જે ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે તેવા સંજોગોમાં પોલીસતંત્ર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપ (એસઓજી)ને પણ પેટ્રોલિંગની કામગીરીમાં જોડવામાં આવશે. કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ શહેરના ક્લસ્ટર ક્વોરેન્ટાઈન વિસ્તારોમાં પોલીસ તંત્રની મદદથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી વધુ સઘન બનાવાશે.

      આ માટે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઝાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, હજુ પણ લોકો સવારે વોકિંગ-જોગિંગના બહાને તથા સાંજે આવશ્યક ચીજવસ્તુઓ લેવાના બહાને બહાર નીકળી પડી સોશ્યિલ ડિસ્ટન્સીગનું ઉલ્લંઘન કરતા ધ્યાને આવી રહ્યાં છે. પ્રકારે હવેથી જો કોઈપણ નજરે ચડશે તો તેમની સામે ગુન્હો દાખલ થશે. વળી, આવશ્યક ચીજવસ્તુઓના નામે લોકડાઉનની વ્યવસ્થામાંથી મુક્તિ મેળવનારા લોકો પણ મુક્તિનો દુરુપયોગ કરતા સામે આવ્યા છે, તે ખુબ અનુચિત છે. પ્રકારે  અમદાવાદના નરોડા પોલીસ મથકની હદમાં એક ખાનગી એમ્બ્યુલન્સ વાનની આડમાં દેશી દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો છે, જેની સામે અમે કડક કાર્યવાહી કરી છે.

      સાથે પોલીસ કર્મચારીઓની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં એલઆરડી, જીઆરડી તથા પોલીસ સ્ટાફના આશરે ૯૦,૦૦૦ જવાનોના હેલ્થ ચેક-અપ થયા છે. ઘણા ખરા કિસ્સાઓમાં તેમને કોઈ ગંભીર બીમારીના લક્ષણ આવ્યા નથી. અમદાવાદ ''ડી'' સ્ટાફના એક એએસઆઈને  કૉરોના જેવા લક્ષણો દેખાતા હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સાવચેતીના પગલાંરૂપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાનો એકરાર શ્રી ઝાએ કર્યો હતો. ઝાએ ઉમેર્યું કે, શહેરો-નગરોમાં ડ્રોન સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં ડ્રોનના સર્વેલન્સથી  ૪૫૨  ગુનાઓ નોંધાયા છે. સર્વેલન્સથી આજદિન સુધીમાં ૩૦૧૭  ગુના દાખલ કરીને ૭૦૪૯ લોકોની અટકાયત કરાઈ છે.

      જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા ૬૧ ગુના નોંધીને ૧૨૭ લોકોની અટકાયત કરતાં  આજ સુધીમાં ૪૬૦ ગુના નોંધી ૯૦૯ લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. રીતેસોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા પણ  ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં ૧૪૯ ગુના દાખલ કરીને ૨૭૩ આરોપીની અટકાયત કરી છે. જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોવા જઈએ તો, તા./૦૪/૨૦૨૦ થી આજ સુધીના કુલ  ૨૯૫૬ કિસ્સાઓકવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (આઈપીસી ૨૬૯, ૨૭૦, ૨૭૧૮૭૩ તથા  અન્ય ગુનાઓ  ૩૩૭ (રાયોટીંગ/ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના) અંતર્ગત કુલ ૬૨૬૫ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. સાથે ૪૧૬૩ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

(9:09 pm IST)
  • " મેઇડ ઈન ચાઈના : કેનેડાને કોરોના વાઇરસ સામે રાહત આપવા ચીને મોકલેલા 60 હજાર માસ્ક મોઢા ઉપર લગાવતા જ ફાટી ગયા access_time 8:00 pm IST

  • ઉત્તર પ્રદેશના 66 તાલુકાઓ સૅનેટાઇઝ કરવા ફાયર ફાઇટરને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીલી ઝંડી : આગળ જતા તમામ તાલુકાઓને સૅનેટાઇઝ કરાશે access_time 7:58 pm IST

  • રાજ્યના બીજા મહાનગરોને પગલે હવે રાજકોટમાં ફરજિયાત માસ્કની વિચારણા કરતુ મ્યુનિ. કોર્પોરેશન: કોરોના સંક્રમણને પ્રસરતો અટકાવવા માટે લેવાઈ શકે છે નિર્ણંય access_time 12:39 pm IST